વિજાપુર સાબરમતી નદી માંથી આધેડ પુરૂષની ફોગાયેલ હાલત માં બિનવારસી લાશ પોલીસ ને મળી આવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સાબરમતી નદી માંથી અજાણ્યા આધેડ પુરુષની લાશ બિનવારસી હાલતમાં પોલીસને મળી આવી હતી. પોલીસે અધેડ પુરૂષની લાશને પીએમ માટે રેફરલ હોસ્પીટલ લાવવા મા આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને સાબરમતી નદીમાં કોઈ અજાણ્યા પુરૂષની લાશ નદીમા પડેલી હોવાની જાણ મળતા પોલીસ સ્થળ ઉપર પોહચી હતી જ્યાં મૃતકની લાશને નદી માંથી ફોગાયેલ હાલતમાં બહાર કાઢી હતી જોકે મૃતકના પરીવાર ની કોઈ ભાળ નહિ મળતા પોલીસે લાશનો કબજો લઈ રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ માટે મોકલી આપી હતી. ભૂવા જેવા દેખાતા મૃતકના ગળા મા રુદ્રાક્ષ તેમજ બીજી માળા ઓ પહેરેલ છે. અને હાથમાં પણ રુદ્રાક્ષ ની માળા દોરા ઓ પહેરેલ અને જય મસાણી મેલડી અને નીચે કાજલ લખેલું છે પોલીસે હાલમાં લાશને સ્ટોર રૂમ રાખી મૃતક ના પરીવાર જનો ની શોધખોળ હાથ ધરી છે.