GUJARAT
દિવેર નર્મદા મઢી ખાતે ફરવા આવેલાં 4 યુવાનો પૈકી એક યુવાન નદીમાં ડૂબ્યો ફાયર બ્રિગેડ દ્વારા શોધખોડ હાથ ધરાઇ
ફૈઝ ખત્રી...શિનોર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર નર્મદા મઢી ખાતે દહેજ ની રિલાયન્સ કંપની માં નોકરી કરતાં 4 યુવાનો ભરૂચ થી કાર લઈને દિવેર મઢી ખાતે ફરવા માટે આવ્યા હતા. ફરવા આવેલા 4 યુવાનો પૈકી જયદીપ બોપલીયા નર્મદા નદીમાં ડૂબ્યો હતો. નર્મદા નદીના પાણીમાં હાથ પગ ધોવા ગયેલ જયદીપ બોપલિયાનો પગ લપસી જતાં પાણી ના વહેણમાં તણાઈ ને લાપત્તા બન્યો હતો. પાણીના વહેણમાં તણાયેલા જયદીપ બોપલિયાને બચાવવા ગયેલ અન્ય યુવાન પણ પાણીમાં તણાયો હતો. જ્યારે અન્ય તણાયેલા યુવાન ને ત્યાં હાજર પશુ પાલકોએ બચાવી લેતાં આબાદ બચાવ થયો હતો.નર્મદા નદીમાં ડૂબીને લાપત્તા બનેલ જયદીપ બોપલિયાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યારે શિનોર પોલીસ,શિનોર મામલતદાર. તેમજ દિવેર સરપંચ.તલાટી કમ મંત્રી દિવેર નર્મદા મઢી ખાતે દોડી આવ્યા હતાં..કરજણ ફાયર વિભાગ તેમજ વડોદરા ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં લાપત્તા બનેલ જયદીપ બોપલિયાની શોધખોળ હાથ ધરી હતી. સાંજના સાન વાગ્યા સુધીમાં નર્મદા નદીમાં લાપતા યુવાનની કોઈ ભાળ મળી ન હતી..




