GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

વાસ્તુનિર્માણ સોસાયટી, ગાંધીનગર ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાય

૭૮મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ઐતિહાસિક પર્વને સફળ બનાવવા સેક્ટર-૨૨, વાસ્તુનિર્માણ સોસાયટી, ગાંધીનગર ખાતે તારીખ ૧૫ ઓગષ્ટના એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત નગરજનો, વ્યસ્ક નાગરિકો અને  બાળકોની હાજરીમા ગૌરવ ભેર રાષ્ટ્ર ધવજ લહેરાવી કાર્યક્રમના આયોજકશ્રી અનિલ કક્કડએ પોતાના સંબોધનમા સ્વાતંત્રતાના ઇતિહાસમા લખાયેલા સુવર્ણ પૃષ્ઠોને દોહરાવ્યાની સાથે સાથે દેશની મહામુલી આઝાદીનુ પ્રાણના જોખમે પણ રક્ષણ કરવા અપીલ કરી હતી. સર્વ વ્યાપી ઉજવણી પ્રેરીત જન સહયોગથી રાષ્ટ્ર ગીત, પ્રાસંગિક પ્રવચનોના માધ્યમથી આઝાદીના વીરસેનાનીઓને યાદ કરી તેમના પ્રત્યે આદરભાવ, ભક્તિ ગીત રજુ થયા હતા, ત્યાર બાદ આયોજિત રેલીમા “ વંદે માતરમ “ ,  “ ભારત માતા કી જય “ , “ આઝાદ ભારત અમર રહો “ ના નારા લગાવવામા અવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામા શ્રી, શિવાજી ખંડારે, કરણસિંહ વાઘેલા, યોગા ગ્રુપની મહિલાઓ  વિગેરેએ તન મન ધનથી છેક સુધી યોગદાન આપી સિંહફાળો આપી પ્રસંગની ભાવ ભેર ઉત્સાહ સાથે ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી.

Back to top button
error: Content is protected !!