WAKANER:વાંકાનેર રેઈન્બો સિરામિક ની ઓફિસમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયા
WAKANER:વાંકાનેર રેઈન્બો સિરામિક ની ઓફિસમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયા
વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં બંધ હાલતમાં રહેલ રેઈન્બો સિરામિકની ઓફિસમાં જુગાર રમતા છ ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
વાંકાનેર તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે રેઇડ કરતા વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં બંધ હાલતમાં રહેલ રેઈન્બો સીરામીકની ઓફીસમાં જુગાર રમતા છ ઇસમો મોહનભાઇ લખમણભાઈ ભલસોડ ઉવ.૭૨ રહે. મોરબી, હર્ષદભાઈ ઓઘળભાઇ ડાભી ઉવ.૪૦ રહે. નવા ઢુવા તા.વાંકાનેર, રાજુભાઇ વીરમભાઇ અણીયારીયા ઉવ.૪૦ રહે. નવા ઢુવા તા.વાંકાનેર, પ્રતાપભાઇ ગગજીભાઇ રાઠોડ ઉવ.૪૭ રહે. જુના ઢુવા તા.વાંકાનેર, રાજેશભાઇ માવજીભાઇ ચનીયારા ઉવ.૪૯ રહે. મોરબી, તથા રાકેશભાઇ જયંતીભાઇ એરવાળીયા ઉવ.૪૮ રહે. મોરબીવાળાને રોકડ રૂ.૩૨,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.