હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની મિટિંગ યોજાઈ

સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદ નું જિલ્લા અધિવેશન આગામી 22/8/2024 ને ગુરુવારે સવારે 10/00 કલાકે,પ્રાંતિજ ના સાંપડ મહાકાળી મંદિર ના હોલ માં મળવાનું છે, ત્યારે જિલ્લા/ તાલુકા/ નગર ના તમામ પત્રકારો ને આમંત્રણ બહાર થી આવનાર પ્રદેશ/ઝોન/જિલ્લા/ મહિલા વિંગ ના હોદેદારો ની વ્યવસ્થા, રાજસ્થ મહેમાનો ને આમંત્રણ, અધિકારીઓ ને આમંત્રણ, સમાજ શ્રેષ્ઠીઓ ને આમંત્રણ તેમજ સામાજિક સંસ્થાઓ ને આમંત્રણ તેમજ તાલુકા/ જિલ્લા સંગઠન ને નિયુક્તિ સાથે સન્માન,સ્મૃતિ ભેટ, નાના માંનાના પત્રકાર થી મોટા મહેમાનો સુધી સૌનું સન્માન તેમજ બાકીની વ્યવસ્થા માટે ચર્ચા કરી,જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી વિવાદિત નિવેદનો નો જવાબ કાર્યક્રમ ને સફળ બનાવી કામથી આપવા નક્કી કરવામાં આવ્યું છે, હાલ સાબરકાંઠા જિલ્લા માં સૌથી સારું અને મજબૂત એકતા ના સુર સાથેનું શિસ્તબદ્ધ સંગઠન બની ચૂક્યું છે, ત્યારે આગામી જિલ્લા અધિવેશન ની સફળતા ની ચિંતા સૌએ સાથે બેસી કરી હતી..
અહેવાલ:- પ્રતીક ભોઈ



