સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે એક વિશાળકાય અજગરનો રેસક્યુ કરવામાં આવ્યું.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભાણાસિમલ ગામે ખેતરમાંથી નવ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું….
અમીન કોઠારી મહીસાગર
તા. ૧૭/૮/ ૨૪
સંતરામપુર તાલુકાના ભાણાસિમલ ગામે એક ખેતરમાંથી મહાકાય અજગર મળી આવવાનો બનાવ બનતા ફોરેસ્ટ વિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર….
સંતરામપુર તાલુકાના ભાણાસિમલ ગામે ડામોર બળવતભાઈ રાવજીભાઈ ના ખેતરમાં મહાકાય અજગરે દેખા દેતા ફફડાટ ફેલાયો હતો, જોકે અજગર ખેતરમાં ફરતો હોવાની જાણ સ્થાનિક ખેડૂતે વન વિભાગને કરી હતી તો ગણતરીના સમયમાં વન વિભાગની ટીમ ભાણાસિમલ ગામે પહોચી હતી, સાથે સાથે એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ પણ સ્થળે પહોચી હતી ત્યારબાદ આ અજગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું.
અંદાજિત 9 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસક્યું કરાતા ખેડૂતે રાહતનો સ્વાસ લીધો હતો, ત્યારબાદ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા રેસક્યું કરાયેલ આ અજગરને રહેણાક વિસ્તારથી દૂર જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.




