કાંકરેજના નેકારીયા નવા પ્રા. શાળામાં ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ભવ્ય ઉજવણી કરાઈ..
મનીષભાઈ પટેલનું પ્રતિભાશાળી શિક્ષક તરીકે સરપંચ મોહનભાઈ ચૌધરી, પૂર્વ સરપંચ વિનોદજી ઠાકોર સહીત ગ્રામજનો દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી ઉત્સાહભેર સન્માન કર્યું હતું.

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં દેશમાં અમૃત મહોત્સવ અને ૭૮ માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે કાંકરેજ તાલુકાના નેકારીયા ખાતે આવેલ નેકારીયા નવા પ્રાથમિક શાળામાં ગામની બાલિકાઓના વરદ હસ્તે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
૧૫ મી ઓગસ્ટની વહેલી સવારે શાળાએથી ત્રિરંગાયાત્રા નીકળી “જય જવાન જય કિસાન”, “ઈન્કલાબ જિંદાંબાદ”, “ગલી ગલી મેં નારા હૈ હિન્દુસ્તાન હમારા હૈ”, “ગાંધીબાપુ અમર રહો” ના નારા સાથે પ્રભાતફેરી ગામમાં ફરી શાળાએ આવી હતી. વંદે માતરમ ગીત બાદ બાલિકાઓ ના વરદ હસ્તે બ.કાં.જિલ્લા કબડ્ડી એસોસિએશનના પ્રમુખ એવમ નેકારીયા નવા પ્રા.શાળાના આચાર્ય જીવણભાઈ જોષીની ઉપસ્થિતિમાં ત્રિરંગો ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ઝંડા ગીત અને રાષ્ટ્ર ગીત બાદ શાળાના શિક્ષક મહેશભાઈ પટેલે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી શાળાના ભૂતપૂર્વ વિધાર્થીઓનું આચાર્યએ સન્માનપત્ર દ્વારા સન્માન કર્યું હતું. જયારે મનીષભાઈ પટેલનું પ્રતિભાશાળી શિક્ષક તરીકે સરપંચ મોહનભાઈ ચૌધરી, પૂર્વ સરપંચ વિનોદજી ઠાકોર સહીત ગ્રામજનો દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી ઉત્સાહભેર સન્માન કર્યું હતું.શાળાના એસ.એમ.સી. અધ્યક્ષ તરીકે ઠાકોર રામસુંગજી ચમનજીની વરણી કરી સન્માન કરવામાં આવ્યું.આજે યોજાયેલા ધ્વજ વંદન સમારોહમાં આચાર્ય જીવણભાઈ જોષીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે રાજ્યની સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરી રહી છે.સરકારના અથાગ પ્રયત્નો થકી શિક્ષણ આરોગ્ય,માર્ગ, સિંચાઈ,પાણી તેમજ અન્ય સુવિધાઓનો નોંધપાત્ર વિકાસ થયો છે.આજે આપણે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે.જે અંતર્ગત ઘર ઘર ત્રિરંગા લોકોએ લગાવી દેશ ભાવનાને વધુ જાગ્રત કરી રહ્યા છે.”મેરી મિટ્ટી મેરા દેશ” થકી દેશમાં નહીં પરંતુ વિશ્વમાં આજે ત્રિરંગો માનભેર લહેરાઈ રહ્યો છે.રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન દેશની તે ઘરો હરોમાંથી એક છે જેની સાથે દેશ ની ઓળખ જોડાયેલી છે.પ્રત્યેક રાષ્ટ્રના રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્ર ગાનની ભાવનાઓ ભલે અલગ હોય પરંતુ તેની રાષ્ટ્ર ભક્તિની ભાવનાની અભિવ્યક્તિ કરે છે. સ્વતંત્રતા દિવસની ૭૮ માં વર્ષગાંઠ નિમિતે હું ગામલોકોને અભિનંદન પાઠવું છું.આ પ્રસંગે નેકરીયા તથા નવા નેકરિયા ગામ ના આગેવાનો,ગ્રામજનો એસ. એમ.સી.ના સભ્યો સહિત વાલી ગણ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ મહેશભાઈ પટેલે કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦





