કોલકાતા ડોક્ટર મહિલાના દુષ્કર્મ અને હત્યાનો મામલો : મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં ડોક્ટરોની મહારેલી

મહીંસાગર……
રિપોર્ટર… અમીન કોઠારી:- મહીસાગર
મહી સાગર જિલ્લા ના લુણાવાડા નગરમાં ડોકટરો ની મહારેલી …
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સમગ્ર ભારતને હચ મચાવી નાખનાર….
કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે.
હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે. જેના કારણે દર્દીઓએ ને ભારે હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે.
ત્યારે મહીસાગર જીલ્લાના લુણાવાડા નગરના મેડિકલ એસોસિએશનના ડોકટરો દ્વારા નગરમાં રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો વિવિધ લખાણવાળા બેનર સાથે જોડાયા મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયા હતા. આયુર્વેદ ડોક્ટરો પણ IMAની હડતાલને સમર્થન કર્યું છે.
લુણાવાડાના ડોક્ટર શ્રીઓએ ખૂબ જ ભારપૂર્વક જણાવ્યું કે જે રેસીડેન્સમાં આ મહિલા ફરજ બજાવી રહ્યા હતા એમની સામે જે ગેંગરેપ થયો અને તેમની હત્યા થઈ જેને સરકારે સુસાઈડ નોટમાં છુપાવી દીધું છે તેની સામે સરકાર કડક અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને પરિવાર પુરા ભારત દેશમાં આવી કોઈ પણ ઘટના ના બને અને તમામ મહિલાની સલામતી જળવાય એ માટેના કડકમાં કડક કાયદા લાવે તેવી તેમને ઉગ્ર માંગ કરી હતી.





