
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : 75મા વન મહોત્સવ અંતર્ગત “એક પેડ માં કે નામ” અભિયાન, માતૃવન ઉદ્ધાટન અને વિશેષ કાર્યક્રમો યોજાયા
અરવલ્લીના ધનસુરા ખાતે 75મા વન મહોત્સવની ઉજવણી જે.એસ.મહેતા, હાઇસ્કૂલ ધનસુરા ખાતે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળીનો વિકાસ કરવાનો છે. આ વન મહોત્સવના અંતર્ગત “એક પેડ માં કે નામ” અભિયાનને વધુ મજબૂતી આપવા માટે માતૃવનનો ઉદ્ધાટન કરવામાં આવ્યો, જેમાં 500 વૃક્ષોનું રોપણ કરાયું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના માનનીય રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને માતૃવનનો ઉદ્ધાટન અને વન્યજીવ બચાવ કેન્દ્ર અને એનિમલ કેર સેન્ટર કચેરીનું લોકાર્પણ કર્યું.આ કેન્દ્રો વન્યજીવો અને ઘાયલ પશુઓની સંભાળ માટે વિશેષ મહત્વ ધરાવે છે.આ કાર્યક્રમમાં જિલ્લાના કલેક્ટર અને અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકની ઉપસ્થિતિ ખાસ મહત્વની રહી, જેમણે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું.




