Halvad:ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ રાખડી સ્પર્ધા યોજાઈ
Halvad:ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ રાખડી સ્પર્ધા યોજાઈ
હળવદની રાજોધરજી સ્કૂલ ખાતે ઓપન રાખડી સ્પર્ધા 2024 નું ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ વિદ્યાર્થીઓને ભાગ લીધો હતો વિદ્યાર્થીનીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રુપ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન દરમિયાન ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ માંથી વેસ્ટ માંથી બેસ્ટ સારામાં સારી પાંચ રાખડીનું પાંચ જજની ટીમ દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું હતો. ત્યારબાદ આ તમામ પાંચેય વિદ્યાર્થીનીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. સાથે સાથે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપી ઉત્સાહમાં વધારો કર્યો હતો આ આયોજન દરમ્યાન ડી વી પરખાણી શાળાની 90 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ અન્ય શાળાઓની 10 થી વધુ વિદ્યાર્થીનીઓ કુલ મળી 100 થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રુપના સંસ્થાપક વિશાલ જયસ્વાલ ,પ્રમુખ અરવિંદ દરજી ,ઉપપ્રમુખ પ્રકાશભાઈ પટેલ ,પ્રોજેક્ટ ચેરમેન અરવિંદ પાટડિયા ગ્રુપના સભ્ય સચિનભાઈ દરજી હેમાંગભાઈ દક્ષિણી સહિતના હાજર રહ્યા હતા સાથે સાથે જજ તરીકે ગીતાબેન પટેલ ,પારુલ બેન પરીખ જોડાયા હતા