GUJARATNAVSARI

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ :

રજુ થયેલા પ્રશ્નો પરત્વે તાકીદે કાર્યવાહી પૂર્ણ કરી લેખિત જવાબ રજૂ કરવા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે સૂચના આપી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ, કાલિયાવાડી, નવસારી ખાતે યોજાઇ હતી. બેઠકમાં નવસારી કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ સંકલનમાં રજૂ થયેલા પ્રશ્નો પરત્વે સંબંધિત વિભાગોને તાકિદે કાર્યવાહી પૂર્ણ કરી તેમને લેખિત જવાબ રજુ કરવાની સૂચના આપી હતી. સંકલનમાં ગણદેવી ધારાસભ્ય અને નવસારી ધારાસભ્ય દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ થયા હતાં.  સંકલન બેઠકમાં નિયમિત મુદ્દાઓ, સરકારી લેણાંની વસુલાત, તુમાર સેન્શસ, નાગરીક અધિકાર પત્ર અન્વયે મળતી અરજીઓ, પેન્શન કેસનો નિકાલ સહિતના પ્રશ્નોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, નવસારી પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ , વાંસદા પ્રયોજના વહીવટદાર સુરેશ આનન્દુ, નિવાસી અધિક કલેકટર શ્રી કેતન જોષી, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.

Back to top button
error: Content is protected !!