BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસનો મામલો: બોડેલી તાલુકાના તમામ ડોકટરો હડતાળ ઉપર ઉતર્યા ન્યાયની માગ સાથે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું.

કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લા બોડેલી તાલુકાના તમામ ડોકટરો દ્વારા બોડેલી સેવાસદન ખાતે ન્યાયની માંગ સાથે સૂત્રોચાર કરી તાલુકા પંચાયત પ્રમુખને આવેદન અપાયું હતું. ખાનગી હોસ્પિટલના ૭૦ કરતા વધુ તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે અને OPD થી દૂર રહેશે. જો કે, ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડક થી કડક સજા આપવા ન્યાય આપવા માંગ કરવામાં આવી છે. હડતાળ ઉપર ઊતરેલા ડોક્ટરોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડકથી કડક સજા આપવા તેમજ યોગ્ય ન્યાય આપવા માંગ કરી છે.

બોડેલી તાલુકા ડોકટર એસોસિયેશન ના પ્રમુખ ડો.સ્નેહલ રાઠવાએ જણાવ્યું હતું કે, કોલકાતાની આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી છે તેના વિરોધ માં આજે આજે બોડેલી તાલુકાના તમામ તબીબો દ્વારા આજે OPD સેવાઓ બંધ રાખી આ ઘટના અંગે વિરોધ દર્શાવતું આવેદન બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડો.શીતલબેન ને આપેલું છે અને બોડેલી તાલુકાના તમામ ડોકટરો દ્વારા આ ઘટનામાં સંડોવાયેલા દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે તેમ જણાવ્યું હતું.

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!