GUJARATIDARSABARKANTHA

એક પેડ માં કે નામ અંતર્ગત હિંમતનગર તાલુકાના કડોલી ગામે 75 મો વન મહોત્સવ ઉજવાયો

સાબરકાંઠા….

એક પેડ માં કે નામ અંતર્ગત હિંમતનગર તાલુકાના કડોલી ગામે 75 મો વન મહોત્સવ ઉજવાયો…

 

હિંમતનગર તાલુકાના કડોલી ખાતે આવેલ કટિ મંદિર મુકામે 75 મો વન મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગામના સ્થાનિક લોકોને વૃક્ષ ના રોપા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના ધારાસભ્યો સાંસદ સભ્ય તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિતના લોકોએ હાજરી આપી હતી. તેમજ વનીકરણ વિભાગ દ્વારા દરેકને વૃક્ષ આપી એક પેડ મા કે નામ એ વૃક્ષનું જતન કરવા જણાવ્યું હતું. સાથે સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો તેમજ રાજકીય હોદ્દેદારો દ્વારા કટી મંદિર ખાતે વૃક્ષના રોપા નું વાવેતર પણ કરવામાં આવ્યું હતું…

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!