
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોટી પંડુલી ગામે રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત 1 નું મોત, પરિવારે ન્યાય માટે ચક્કજામ કર્યો, ન્યાય ના મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનું ઇનકાર
કોઈપણ વ્યક્તિ અકસ્માત થાય ત્યારે અકસ્માત સંદર્ભે સાધનો અને ઘટના સ્થળ નું પંચનામું કરવું પડે પછી જ વાહનો હટાવતા હોય છે ત્યારે મેઘરાજ ના મોટી પાંડુલી ગામે અકસ્માત બાદ પંચનામાં વગર જ સાધનો હટાવતા મૃતક ના પરિવારજનો એ ચક્કાજામ કર્યો
મેઘરજ ના મોટી પાંડુલી ગામે ગત રોજ સાંજના સમયે ડેડુલ મુકેશ ભાઈ ઢેકવા તરફથી રીક્ષા લઈ ને મેઘરજ તરફ જતા હતા તે સમયે ખરાડી ફળિયા પાસે છીકારી તરફથી પુરપાટ ઝડપે બાઇક લઈ ને આવતા વરસોડા કિરણ ભાઈ એ રીક્ષા સાથે અકસ્માત સર્જ્યો હતો જેથી રીક્ષા ચાલક ડેડુંલ મુકેશ ગંભીર રીતે ગવાયેલ હતો જેથી 108 દ્વારા સારવાર અર્થે લઈ જતા હતા ત્યાંસુધી રસ્તા માં જ મુકેશ ડેડુંલ નું મોત નીપજ્યું હતું ત્યારબાદ મૃતક ના પરિવારજનો ફરિયાદ માટે મેઘરજ ગયા હતા તેવામાં ઇસરી પોલીસ મથક ના કર્મીઓ અકસ્માત ના વાહનો ત્યાંથી કોઈજ ફરિયાદ કે પંચનામાં વગર ત્યાંથી હટાવવા આવ્યા ની માહિતી મળતા મેઘરજ પોલીસે ઇસરી પોલીસ ના માણસો ને કહ્યું કે પંચનામું થયા વગર સાધનો ના હટાવાય એટલે પોલીસ કર્મીઓ વાહનો ત્યાંજ છોડી રવાના થયા હતા જેથી આ અકસ્માત બાબતે મૃતક ના પરિવારજનો ને કોઈ શંકા ગઈ છે તેથી ન્યાય ના મળે ત્યાં સુધી મોટી પાંડુલી મેઘરજ રોડ રોકી ને ચક્કાજામ કર્યો હતો અને મૃતદેહ ને પણ મેઘરજ પીએમ રૂમ આગળ મૂકી ને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાંસુધી મૃતદેહ સ્વીકારવા નો પણ પરિવાર જનો એ ઇનકાર કર્યો છે આ સમગ્ર હકીકત મૃતક ના કાકા ડેડુલ થાના ભાઈ લીંબા ભાઈ એ જણાવી હતી
 
				




