GUJARAT
શિનોર તાલુકામાં ભાઇ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક ગણાતા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ
ફૈઝ ખત્રી..શિનોર રક્ષા બંધન એટલે ભાઇબહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન પર્વ પૌરાણિક આધ્યાત્મિક મહિમા ધરાવતું પર્વ મનાય છે. ભાઇ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક ગણાતા રક્ષાબંધન પર્વની સમગ્ર શિનોર તાલુકાના ગામોમાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.રક્ષાબંધનના તહેવાર નાં અઠવાડિયા અગાઉ થી શિનોર .તેમજ સાધલીનાં બજારોમાં અવનવી રાખડીઓના સ્ટોલ.લારીઓ લાગેલા જોવા મળી હતી. બહેન જ્યારે પોતાના ભાઈને રક્ષા કવચ બાંધે છે ત્યારે ભાઇ પણ બહેનની સલામતીની જવાબદારી સ્વીકારીને બહેનના રક્ષણ માટે વચનબદ્ધ થાય છે, તેમજ બહેનને પોતાની યથાશક્તિ પ્રમાણે ભેટ પણ આપે છે. ભાઇ બહેનના પવિત્ર પ્રેમ સાથે જોડાયેલું રક્ષાબંધનનું પર્વ આસ્થા અને વિશ્વાસનું પ્રતીક ગણાય છે. રક્ષાબંધન સમયે દરેક શિનોર તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળે છે. આજે રક્ષા બંધનનાં ત્યવહાર ને લઈ સાધલી તેમજ શિનોર નાં બજારોમાં રાખડી તેમજ મીઠાઈ ની દુકાનો ઉપર ભારે ભીડ જોવા મળી હતી. આ દિવસે બ્રાહ્મણો તેમના યજમાનને અને ગુરુ તેમના શિષ્યને રાખડી બાંધી શુભેચ્છા આપે છે,






