જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

પ્રજાલક્ષી પ્રશ્નોનો સત્વરે નિરાકણ લાવવા સૂચના આપવામાં આવી
જૂનાગઢ તા.૧૭, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળેલી આ બેઠકમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી, ભગવાનજીભાઈ કરગઠીયા દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નો અને તે અંતર્ગત કાર્યવાહી કરવા સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જમીન માપણી, પેશકદમી, વિકાસલક્ષી કામો સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા. આ સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા. ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જુદા જુદા પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. જૂનાગઢના વિકાસને ધ્યાનમાં રાખીને વધુ સારી રીતે કામગીરી થઈ શકે તે માટે તમામ કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી
આ બેઠકમાં પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા, નાયબ વન સંરક્ષક ગીરપશ્ચિમ પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેકટરશ્રી એન.એફ. ચૌધરી તેમજ સંલગ્ન પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ પ્રાંત અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.





