BANASKANTHAPALANPUR

જિલ્લા ઇ.ચા. કલેકટર એમ.જે દવેની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા ઇ.ચા. કલેકટરશ્રી એમ.જે દવેની અધ્યક્ષતમાં આજરોજ કલેક્ટર કચેરી, મિટિંગ  હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક  યોજાઇ હતી.

ધારાસભ્યોના પ્રશ્નો પરત્વે પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી

 પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંકલન અને સ્થળ વિઝીટ પર ભાર મુકતા જિલ્લા ઇ .ચા કલેકટરશ્રી એમ.જે.દવે

 (માહિતી બ્યુરો, પાલનપુર)

જિલ્લા ઇ.ચા. કલેકટરશ્રી એમ.જે દવેની અધ્યક્ષતમાં આજરોજ કલેક્ટર કચેરી, મિટિંગ  હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક  યોજાઇ હતી. જેમાં ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં ઇ.ચા.કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવેએ મળેલ રજૂઆત બાબતે સંબધિત અધિકારીશ્રીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો. તેમજ જરૂરી સૂચના અને માર્ગ દર્શન આપ્યું હતું. પાણી, રોડ રસ્તા, ગટર, વીજળી, શિક્ષણ, જમીન સંપાદન, નેશનલ હાઇવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા/ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી  સ્થળ નિરીક્ષણ કરી પ્રશ્નનું નિરાકરણ લાવવા પર ભાર મુક્યો હતો. બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી માવજીભાઈ દેસાઇ દ્વારા લોકહિત અને જન કલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી સી.પી.પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી અભયકુમાર અને શ્રી પરેશ ચૌધરી, પ્રાયોજના વહીવદારશ્રી દેવહૂતા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!