કાંકરેજ તાલુકાના થરા ખાતે સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા મહાદેવ મંદિરે રક્ષાબંધનના દિવસે ભક્તો ઉમટ્યા..
કાંકરેજ તાલુકાના થરા ખાતે સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા મહાદેવ મંદિરે રક્ષાબંધનના દિવસે ભક્તો ઉમટ્યા..


કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા મહાદેવનું ઐતિહાસિક ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જામે છે અને રક્ષા બંધનના પવિત્ર દિવસે ધ્વજા રોહણ કરવામાં આવે છે.સમગ્ર ગુજરાતમાંથી ભરવાડ સમાજ ના લોકો ગુરૂગાદી અને ભગવાન ગ્વાલીનાથ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મંદિર સમગ્ર ભરવાડ સમાજ ઉપરાંત તમામ લોકોનું આસ્થાનું પ્રતિક છે.શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવના શિવલિંગ ની બાવનસો વર્ષ પૂર્વે જ્યારે ગોવાળો મથુરા થી દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાન થી નીકળી અને પરણાસા જે આજે બનાસ ના નામે ઓળખાય છે એ બનાસના કાંઠે હાલનું જે થરા ગામ છે ત્યાં રાત્રે રોકાણ કરે છે અને રાત્રે ગોવાળોના વડા જેને ઝાઝાવડા કહેવામાં આવે છે ઝાઝા ગોવાળોના વડા એ ઝાઝાવડાને સ્વપ્નમાં શ્રીકૃષ્ણના દર્શન થાય છે અને શ્રીકૃષ્ણ તેમને કહે છે કે હવે દ્વારિકા આવવાની જરૂર નથી દ્વારિકા તો દરિયામાં ડૂબી ગઈ ત્યાં તમને તમારો કનૈયો નહીં મળે પણ તમે જે જગ્યાએ રાત્રે રોકાણ કર્યું છે એ જગ્યાએ મથુરા થી દ્વારકા જતા મારા હાથે જ સ્થાપેલું મારા વ્હાલા નાથનું શિવલિંગ મળશે અને તમે હવે અહીંયા જ સ્થિર થઈ જજો ભરવાડો આ જગ્યાએ સ્થિર થયા તેથી આ ગામનું નામ સ્થિરા પડ્યું અને સ્થિર આ શબ્દનો અપભ્રંશ થવાથી થરા શબ્દ અસ્તિત્વમાં આવ્યું હજારો ભક્તો આ જગ્યાએ દર્શનાર્થે આવે છે અને સમસ્ત ભરવાડ સમાજ ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ જગ્યાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે તેમ સાહિત્યકાર દીપકભાઈ જોષીએ જણાવ્યું હતુ.
નટવર. કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦





