MALIYA (Miyana)માળીયા(મી) નજીક મચ્છુ નદીમાં બાલાસીનોર પ્રેમી-પંખીડાએ સજોડે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
MALIYA (Miyana)માળીયા(મી) નજીક મચ્છુ નદીમાં બાલાસીનોર પ્રેમી-પંખીડાએ સજોડે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર આવેલ હરીપર ગામ નજીક મચ્છુ નદીના પુલ ઉપરથી નીચે નદીના પાણીમાં ઝંપલાવી બાલાસીનોર તાલુકાના ધોડબાઈના મુવાડા ઓથવડા ગામે રહેતા સુનીલભાઈ ગોવિંદભાઈ ઠાકોર ઉવ.૨૪ તથા ગંગાબેન ઉર્ફે સિલ્પાબેન કાનાભાઇ ઉવ.૧૭ વર્ષ પાંચ મહિના નામના યુવક અને સગીર યુવતીએ આપઘાત કરી લીધો હતો. હાલ પોલીસે યુવકના પિતા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી માળીયા(મી) પોલીસ મથકમાં બંનેના મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર અપમૃત્યુના બનાવની મૃતક યુવકના પિતા ગોવિંદભાઈ પ્રભાતભાઈ ઠાકોર ઉવ.૪૮ રહે હાલ.મોરબી રાજલ સનમાઈકા કંપનીના ક્વાર્ટરમાવાળાએ આપેલ ટુક વિગતો અનુસાર સુનીલભાઈ ગોવિંદભાઈ ઠાકોર ઉવ.૨૪ વાળા પોતાના ગામડેથી કાનાભાઈ ઠાકોરની દીકરી ગંગા ઉર્ફે શિલ્પા સાથે પ્રેમ સબંધ હોય અને ગંગા ઉર્ફે શિલ્પા સગીર વયની હોય તે સુનીલ જાણતો ન હોય ત્યારે ગંગા ઉર્ફે શિલ્પાને લગ્ન કરવાના ઇરાદે ઉપરોક્ત ગામડેથી ભગાડી ગયો હોય. ત્યારે બીજીબાજુ સગીરાના પરિવાર દ્વારા સુનીલ વિરુધ્ધ બાલાસીનોર પોલીસ સ્ટેશનમા સગીરાના અપહરણનો ગુન્હો દાખલ કરાવતા જે બાબતની જાણ સુનિલ અને ગંગા ઉર્ફે શિલ્પાને થતા જે બાબતનું બંનેને મનોમન લાગી આવતા ગત તા. ૧૮/૦૮ના રોજ પોતાની મેળે માળીયા-કચ્છ હાઈવે રોડ ઉપર હરીપર ગામ નજીક મચ્છુ નદીના પુલ પાસે પોતાનુ મોટરસાઈકલ રેઢુ મુકી પોતાની મેળે બંનેએ મચ્છુ નદીમા ઝંપલાવતા નદીના પાણીમા ડુબી જવાથી બંને પ્રેમીપંખીડાનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે યુવક અને સગીર યુવતીના મૃત્યુના બનાવ અંગે માળીયા(મી)પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.