GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર પોલીસે તોરણા ગામે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડયા.બે જુગારીઓ ફરાર.
તારીખ ૨૦/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ એલ કામોળ સ્ટાફ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલીંગ મા હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે તોરણા ગામના વડવાળા ફળિયામાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળીને બેટરીના અજવાળે પાના પત્તાનો પૈસા વડે હાર જીત નો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે સ્થળ ઉપર પહોંચી રેડ કરતા પાંચ ઈસમો પકડાઈ ગયા હતા જયારે બે ઈસમો નાસી છૂટ્યા હતા પકડાયેલા ઈસમો ની અંગ જડતી માંથી રૂ ૫,૬૮૦/અને દાવ પરના રૂ ૪,૪૪૦/ કુલ મળીને રૂ ૧૦,૧૨૦/ અને પાના પત્તા ની કેટ કબજે કરી પોલીસે જુગાર ધારા ની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.