
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષનું અધ્યક્ષ પદે થી રાજીનામુ
ભાજપ શાસિત મોડાસા મોડાસા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કરણસિંહ પરમારે તેમણે અંગત કારણો દર્શાવી તાલુકા વિકાસ અધિકારીને કારોબારીના અધ્યક્ષ પદેથી રાજીનામું ધરી દીધું છે.મળતી માહિતી મુજબ કારોબારીની સામાન્ય સભામાં રાજીનામુ મંજુર પણ કરવામાં આવ્યું છે.ગાજણ તા.પંચાયતની સીટ પરથી કરણસિંહ પરમાર તાલુકા સદસ્ય તરીકે ચૂંટાયા બાદ,તેમણે કારીબારીના અધ્યક્ષ બનાવાયા હતા.પરંતુ અચાનક કરણસિંહ પરમારે રાજીનામુ આપી દેતા તરહ તરહની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.આ તમામ ચર્ચાઓ વચ્ચે નવા અધ્યક્ષ ની નિમણુંક માટેની પણ કારીબારીએ તજવીજ શરૂ કરી દીધી હોવાનું સૂત્રો જાણાવી રહ્યા છે.ભાજપમાં હોદ્દાઓ માટે નેતાઓ મેદાને ઉતરી પડતા હોય છે, ત્યારે સામેથી હોદ્દા પરથી દૂર થઇ જવું,,એ વાત લોકોને ગળે ન ઉતરતી ન હોવાને લઈ સાવલો ઉઠ્યા છે.



