સાપુતારા ખાતે આવેલ લેકવ્યુ હોટલની બોગસ વેબસાઈટ બનાવી 1.34 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડ કરાયો..
MADAN VAISHNAVAugust 20, 2024Last Updated: August 20, 2024
11 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ સાપુતારા ખાતે આવેલ લેકવ્યુ હોટલનાં નામ પર ગૂગલ પર ફેક વેબસાઈટ બનાવીને પ્રવાસીઓને રૂમ બુકિંગ કરવાના બહાને ઓનલાઈન યુપીઆઈ આઇડી વડે પૈસા ટ્રાન્સફર કરાવીને પ્રવાસીઓને ઠગવામાં આવી રહ્યા છે.અને છેતરપિંડી કરવામાં આવી રહી છે.આ ફેક (બોગસ) વેબસાઈટનાં માધ્યમથી અત્યાર સુધીમાં 1.34 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે આવેલ લેકવ્યુ હોટલ ફરવા આવતા પ્રવાસીઓને ઉત્તમ રહેવા માટેની વ્યવસ્થા પૂરી પાડે છે. જેમા બહારથી આવતા પ્રવાસીઓને સરળતાથી લેકવ્યુ હોટલમાં રૂમ બુકિંગ કરાવી શકે તે માટે તેમના દ્વારા www.lakeview.co.in વેબસાઈટ બનાવવામાં આવી હતી.જે વેબસાઈટ પર પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ કરતા હતા અને એડવાન્સ પેમેન્ટ ઓનલાઈન બતાવેલી યુપીઆઈનાં આધારે કરવામાં આવતુ હતુ.પરંતુ છેલ્લા કેટલાક સમયથી લેકવ્યુ હોટલ નામની ફેક વેબસાઈટ ww w.lakeviewhotels.co.in તથા ww w.lakeviewhotelsaputara.com નામની વેબસાઈટ કોઈક ગઠિયા દ્વારા બનાવવામાં આવેલ હોય અને તેમાં ઓનલાઈન બુકીંગ,ઇન્કવાયરી અને ઓનલાઈન પેમેન્ટ માટે મોબાઈલ.નંબરોમાં.(1)8871483418 (2)8871483418 (3)8979904613(4)9084165898 (5)9058049617 (6)7073277213નો ઉપયોગ કરી ફ્રોડ કરવામાં આવી રહ્યો છે.અને સાપુતારા ખાતે પ્રવાસે આવતા અલગ અલગ પ્રવાસીઓ સાથે હોટલ લેકવ્યુનાં રૂમ બુકિંગ કરવાના બહાને યુપીઆઈ આઇડી નો ઉપયોગ કરીને અલગ અલગ તારીખે પાંચ જેટલા ગ્રાહકો (પ્રવાસીઓ) પાસેથી ફોન પે અને ગૂગલ પે મારફતે 1,34,801/- રૂપિયા જેટલા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.અને છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર હકીકતની જાણ થતા જ લેકવ્યૂ હોટલના જનરલ મેનેજર સંજયસિંગ નંદકિશોરસિંગ દ્વારા સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.એન.ઝેડ.ભોયાએ સાયબર ફ્રોડ (છેતરપિંડી)અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.