AHAVADANG

સાપુતારાથી મહારાષ્ટ્રનાં નાસિકને જોડતો માર્ગ 21મી ઓગષ્ટનાં રોજ આદિવાસી સંગઠન દ્વારા ચક્કાજામ કરાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

આજરોજ ગુજરાતનાં સાપુતારાથી મહારાષ્ટ્ર નાસિકને જોડતો માર્ગ ચક્કા જામ અને રસ્તા રોકો આંદોલનને પગલે બંધ રહેવાનાં એંધાણ સાંભળવા મળી રહ્યા છે.જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગુજરાતમાંથી સાપુતારા થઈ નાસિક મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ મુસાફરોએ અગમચેતીનાં પગલા લઈ શામગહાન,આહવા,ચીંચલી થઈ મહારાષ્ટ્રનાં તારાબાદનો માર્ગે જવા અનુરોધ કરાયો છે.સાપુતારાથી નાસિકને જોડતી મહારાષ્ટ્ર રાજ્યની ચેકપોસ્ટ ઉંબરપાડા દિગર ખાતે પેસા એક્ટ નોકરી ભરતી મામલે આદિવાસી સંગઠન દ્વારા ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવનાર છે. ત્યારે ગુજરાતનાં નાગરિકોને અસુવિધા ન થાય તે હેતુથી ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથક વિસ્તારમાંથી શામગહાન આહવા,ચીંચલી માર્ગ ડાયવર્ટ કરવામાં આવેલ છે.મહારાષ્ટ્ર રાજ્યના સુરગાણા પોલીસ સ્ટેશન વિસ્તારનાં પૂર્વ આદિવાસી ધારાસભ્ય જે.પી .ગાવિતની આગેવાની હેઠળ આરટીઓ ચેકપોસ્ટ ઉંબરપાડા દિગર ખાતે  પેસા એક્ટ નોકરી ભરતી મામલે ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવનાર છે.જેમાં સાપુતારાથી નાસિકને જોડતા બોરગાવ ઉંબરપાડા ચેકપોસ્ટ ખાતે 10 હજાર થી 12 હજારની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેનાર છે.પેસા એક્ટ હેઠળ ટ્રાયબલ આદિવાસી વિસ્તારમાં ટ્રાયબલ અધિકારીઓની જ નિમણુક કરવામાં આવે અને અન્ય કોટાનાં અધિકારીઓની નિમણુક ન કરવામાં આવે તથા જ્યાં સુધી આ માંગણી ન સંતોષાય ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે તેની વિગતો સાંપડી રહી છે.21મી ઓગષ્ટનાં ભારત બંધનાં એલાનની સાથે સાપુતારાથી નાસિકને જોડતો મહત્વપૂર્ણ માર્ગ ચક્કાજામ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.આ બાબતેની જાણ મહારાષ્ટ્રનાં સુરગાણા પોલીસ મથકનાં પી.આઈ.રાહુલભાઈ મોરે દ્વારા સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. એન.ઝેડ.ભોયાને લેખિતમાં જાણ કરી છે.ત્યારે સાપુતારાથી નાસિકને જોડતી બોરગાવ પાસે આવેલ આરટીઓ  ઉંબરપાડા ચેકપોસ્ટ એ પ્રવાસી,દર્શનાર્થીઓ તથા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી માર્ગ છે.તેમજ ગુજરાત રાજ્યમાંથી સપ્તશૃંગી ગઢ ,વણી,નાસિક, શિરડી,આવતા નાગરિકો અહીંથી જ પસાર થતા હોય છે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં જતા નાગરિકોને અસુવિધા ન થાય તે હેતુથી સાપુતારા પોલીસ મથક વિસ્તારના શામગહાન થી વાયા માર્ગે આહવા – ચિંચલી,પરશુરામ નગર- તારાબાદ – સટાણાનો માર્ગ ડાયવર્ટ કરવામાં આવેલ છે.જેથી ગુજરાતનાં વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!