GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ તાલુકાના કેદારીયા અને ઈંગોરાળા ગામે જુગાર રમતા ૧૨ ઈસમો ઝડપાયા ૪ નાસી ગયા

Halvad:હળવદ તાલુકાના કેદારીયા અને ઈંગોરાળા ગામે જુગાર રમતાં ૧૨ ઈસમો ઝડપાયા ૪ નાસી ગયા

 

 

હળવદ પોલીસે કેદારીયા ગામે શક્તિ માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતાં ઘનશ્યામ ભગાભાઈ પરસોંડા, ચોથા અખાભાઈ શિહોરા, ધીરુ દેવશીભાઈ શિહોરા, યોગેશ ભાવુભાઈ શિહોરા, વાસુદેવ મેરુભાઈ મજેઠીયા, કાનજી રઘાભાઈ થરેશા અને રઘુ અણદાભાઈ શિહોરાને ઝડપી લઈ તેઓની પાસેથી 32,600 રોકડ રકમ જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

 

જ્યારે ઈંગોરાળા ગામે ડોરીયાના માર્ગની સીમમાં હરદિપસિંહ મહાવીરસિંહ ઝાલાની વાડી પાસે જાહેર રસ્તા પર જુગાર રમતા ગોરધન ઠાકરશીભાઈ ચાવડા, રમેશ પોપટભાઈ માલકીયા, ઘનશ્યામ મેલાભાઈ માલકીયા, વિક્રમ મેરાભાઈ માલકીયા અને નિતેશ નથુભાઈ પટેલને ઝડપી લઈ તેઓની પાસેથી 21,200ની રોકડ રકમ જપ્ત કરી હતી. જુગારના આ દરોડામાં આરોપી શમ્ભુ વરસંગભાઈ કોળી, હરેશ ડાયાભાઇ દલવાડી, અશ્વિન કાનજી દલવાડી અને આરોપી વિનોદ બચુભાઇ નાસી જતા ચારેયને ફરાર દર્શાવી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!