
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૧/૦૮/૨૦૨૪
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્યના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી. સપ્તધારા, જ્ઞાનધારા,સંસ્કૃત વિભાગ અને IQAC કો ઓર્ડીનેટર ડૉ.એન.એમ .રાઠવા દ્વારા આયોજિત આ સપ્તાહમાં सुलेखनम् स्पर्धा: અને राष्ट्र ध्वजस्य महत्वम्નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના આચાર્ય ડૉ.જી.આર.પરમારે, IQAC કો ઓર્ડીનેટર તથા પ્રા.વિક્રમ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. દેવનાગરી લિપિથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય અને સંસ્કૃત ભાષા શીખે એવા હેતુથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રા.ચંદ્રસિંહ પાડવી અને પ્રા.દક્ષાબેન વળવીએ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી. સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ.એસ.આર.વસાવાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા.નરેશભાઈ વસાવાએ અને કાર્યક્રમના અંતે આભાર વિધિ પ્રા.રેખાબેન વસાવાએ કરી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.



