JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

સોલીડારીડાડ સંસ્થા જામનગર દ્વારા જુનાગઢ કૃષિ યુનિવર્સીટીનો પ્રેરણા પ્રવાસ અને ખેડૂત તાલીમ આપવામાં આવેલ

સોલીડારીડાડ સંસ્થા જામનગર દ્વારા જામનગર જિલ્લાના લાલપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ૨૭ જેટલા ગામોમાં ખેતી અને ખેડૂતોના વિકાસ માટે કાર્યરત છે જેમાં નાયરા એનર્જીના સી.એસ.આર. વિભાગ ના સહયોગ થી ચાલતા ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પુનર્જીવિત ખેતી બાબતે કાર્યો કરી રહ્યું છે. ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ૨૭ ગામોમાંથી પ્રગતિશીલ અને જાગૃત એવા ૩૦ જેટલા ખેડૂતોની પસંદગી કરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી નો પ્રવાસ કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં બે દિવસ ખેડૂતોને તાલીમ આપવામાં આવેલ, જેમાં કાર્યક્રમ ની શરૂઆત કરતા ડૉ. એચ. સી. છોડવાડીયા સાહેબ દ્વારા સ્વાગત અને તાલીમ માં આવેલ સોલીડારીડાડ સંસ્થાની ટીમ અને હાજર તાલીમાર્થીઓનું શાબ્દિક સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું.
પ્રથમ સત્રમાં ડૉ. બી. વી. પટોળીયા દ્વારા યુનિવર્સિટી માં ચાલતા ખેતી લક્ષી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ બાબતે માહિતી આપતા પ્રાકૃતિક ખેતી બાબતે માહિતી આપી. બીજા સત્રમાં ડૉ. ડી. એમ. જેઠવા સાહેબ દ્વારા કપાસ અને મગફળી પાકોમાં આવતી જીવાતોની ઓળખ અને જીવનચક્ર, અને તેના નિયંત્રણ નાં પગલા બાબતે માહિતી આપી હતી. બીજા દિવસના પહેલા સત્રમાં ડૉ. કે. કે. કણજારિયા દ્વારા મગફળી અને કપાસ પાકમાં આવતા રોગ અને જીવાત ની ઓળખ તેનું જીવનચક્ર અને એના જૈવિક નિયંત્રણ બાબતે માહિતી આપી હતી. બીજા સત્ર ડો. એ. એસ. જાડેજા સાહેબ દ્વારા કપાસ અને મગફળી પાકમાં વિકાસ અને ઉત્પાદન વધારવા જરૂરી પોષક તત્વો અને તેના કાર્યો બાબતે માહિતી આપી હતી. ત્રીજા સત્રમાં શ્રી ધાનાણી સાહેબ દ્વારા કૃષિ યુનિવર્સિટી ની ઑનલાઇન યોજનાઓ તેની એપ્લિકેશન અને વેબસાઈટ તેમજ માસિક પત્રો અને કૃષિ મેગેઝિન તથા કૃષિલેખ બાબતે માહિતી આપી હતી. ચોથા સત્રમાં ડૉ. કે. એમ. કારેથા સાહેબ દ્વારા કપાસ અને મગફળી પાકો માં મુલ્યવર્ધન અને વધુ આવક મેળવવાના સ્ત્રોત બાબતે માહિતી આપી હતી.
છેલ્લા સત્રમાં તાલીમ માં હાજર ખેડૂતોને યુનિવર્સિટી નો પ્રવાસ કરાવવામાં આવેલ, જેમાં ખેતી લક્ષી ઇનોવેશન ડેમો પ્લોટ, સંગ્રહાલય, મ્યુજિયમ, પશુપાલન શેડ, પશુ દવાખાનું તેમજ જૈવિક ઇનપુટ ઉત્પાદન વિભાગ અને કૃષિ દર્ષનાલય ની મુલાકાત કરી.
કાર્યક્રમ ને પૂર્ણતા તરફ લઈ જતા ડૉ. તુષાર વાઘેલા અને ડૉ. જે. એન. નારિયા દ્વારા આભાર વિધિ કરવા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. કાર્યક્રમ ને સફળ બનાવવા કૃષિ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સલર ડૉ. વી.પી. ચોવટિયા, અને વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉ. એન. બી. જાદવ, સોલીડારીડાડ સંસ્થાના આસિસ્ટન પ્રોજેક્ટ મેનેજર રાજકુમાર, વ્રજલાલ રાજગોર, ઉદય જાદવ, એકતા ચોથાણી અને સોયબઅલી ઘુઘા દ્વારા ખૂબ જહેમત ઉઠાવેલ.

Back to top button
error: Content is protected !!