એસ.સી એસટી કેટેગરીમાં વર્ગીકરણ બાબતે થરાદ પ્રાંતને આવેદનપત્ર અપાયું

થરાદ મુકામે અનુસૂચિત જાતિ જન જાતિ સમુદાય માટે અનામતનું વર્ગીકરણ કરવા બાબતે માન સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા જજમેન્ટ વિરુદ્ધ ભારત બંધનો દેશવ્યાપી સંદેશ વિવિધ નેતાઓ, સંસ્થાઓ,લઘુમતી ધર્મ, બૌદ્ધ મહાસંઘ ગુજરાત, આદિવાસી સંગઠનો એક બનીને આજરોજ વ્યાપક પ્રમાણમાં ડૉ બાબાસાહેબ આંબેડકર પ્રતિમા થરાદ મુકામે હાજર રહી બહોળી સંખ્યામાં રેલી યોજી થરાદ બંધ ને સફળ બનાવ્યો હતો. જેમાં લઘુમતી વેપારીઓ, અનુસૂચિત જાતિ જન જાતિ વેપારીઓ તથા દુકાનો માં કામ કરતા નોકરોએ રજા રાખીને દૂકાનો બંધ રાખવા ફરજ પાડી હતી, પરંતુ જાતિવાદી માનસિકતા વાળા વેપારીઓ એ દૂકાનો ચાલુ રાખી હતી.
વિવિધ આગેવાનો અને સંસ્થાઓના જવાબદાર હાજર રહ્યા હતા.
અહીં એ નોંધવું અત્યંત જરૂરી છે કે આજના ભારત બંધ ને વિવિધ પાર્ટીઓમાં પદ ધરાવતા મહાનુભાવો પણ પાર્ટી નો ખેસ ખૂંટીએ લટકાડીને “ભારત બંધ “યોજના માં સામેલ રહ્યા હતા. સામાજિક એકતાનાં દર્શન માત્ર થી આ સમુદાય ના વિરુદ્ધ કોઈ પણ ગતિવિધિઓ સરકાર યા ધાર્મિક ઉન્માદ ફેલાવતા લોકોને જડબેસલાક સંદેશ આપી અનુસૂચિત જાતિ જન જાતિ મહિલા ઉત્પિડન બાબતે આ સમુદાય તણખલા ભાર પણ ચલાવી લેવાના મુડમાં નથી.
ત્યારે સરકારે તથા વિભાજન વાદીઓએ આવનાર સમયમાં આ સમુદાય સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર રાખવો ઉચિત ગણાશે.
જો સરકાર કે કોઈ રાષ્ટ્રીય સંગઠનો દલિતો આદિવાસીઓ વિરુદ્ધ કોઈ પણ ષડયંત્ર રચતા હશે તો ભવિષ્યમાં આ સમુદાય વિદ્રોહ પર ઉતરી આવવામાં પાછી પાની નહિ રાખે અને આરપાર નો જંગ લડી લેવાનો સૂર ઉઠ્યો હતો…
આજના આ ભારત બંધ માં થરાદ શહેર ના પૂર્વ પ્રમુખ લવજીભાઈ વાણિયા, પરમાર નિલેશ ભાઈ જાંદલા,હિતેશ ભાઈ વાણીયા.પત્રકાર અને ભીમ સેના પ્રમુખ બાબુભાઈ ભાટિયા, દલિત સંગઠન બનાસકાંઠા ના થરાદ એકમના પ્રમુખ મનહર ભાઈ ચૌહાણ, રામસીભાઈ આંતરોલ, પીરોમલ નઝાર શિવ નગર, રાજપુત ગુલાબસિંહ પૂર્વ ધારાસભ્ય શ્રી થરાદ, અને દલિત વિકાસ મંડળ બનાસકાંઠા (ચૂડમેર) ના પ્રમુખ રાયસીંગ ભાઈ બૌદ્ધ. જિલ્લા દલિત સંગઠન ના કોઓર્ડિનેટર શ્રી નાનજીભાઈ હડિયલ, યુવા ધારાશાસ્ત્રી શ્રી વી કે વેણ, વાવના દલિત સંગઠન ના પ્રમુખ અને સેક્રેટરી શ્રી શાન્તિ લાલ રાઠોડ, થરાદ તાલુકાના અનુ જાતિ જન જાતિ સામાજિક ન્યાય સમિતિ ના પૂર્વ ચેરમેન શ્રી શાન્તિ લાલ કે વરણ , પથુભાઈ રાઠોડ મોટી પાવડ દૂધ મંડળીના ચેરમેન, વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને સમાજ હિત સાથે ભવિષ્યમાં થનાર અન્યાય સામે સખ્તાઇથી લડી લેવાનો સંકલ્પ લીધો હતો.
અહેવાલ પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા




