WANKANER:વાંકાનેરના અગાભી પીપળીયા ગામે સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા ૧૨ ઈસમો ઝડપાયા
WANKANER:વાંકાનેરના અગાભી પીપળીયા ગામે સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા ૧૨ ઈસમો ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલીસે અગાભી પીપળીયા ગામની બોળીયા સીમમાં આરોપી હીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા પોતાની વાડીની ઓરડીમાં માં જુગાર કલબ ચલાવતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી હીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, ક્રુષ્ણસિંહ ભુપતસિંહ જાડેજા, ગૌરવભાઇ નરોત્તમભાઇ રાજગોર, રૂષભભાઇ પ્રવીણભાઇ પાનસુરીયા, રાજેશભાઇ બચુભાઇ કાસુન્દ્રા, સામતભાઇ પાલાભાઇ બાળા, ઇસ્માઇલભાઇ જીવાભાઇ વકાલીયા, વીજયભાઇ ભગવાનભાઇ ભાણીયા, રાહીલભાઇ ગોવીંદભાઇ ભાણીયા, જયેશભાઇ હીરજીભાઇ પેઢડીયા, ધર્મેન્દ્રસિંહ મોહનસિંહ જાડેજા અને હરેશભાઇ ઉર્ફે હકાભાઇ ચતુરભાઇ કલોલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4,80,000, મોબાઇલ ફોન નંગ-11 કિંમત રૂપિયા 39,500 તેમજ ઇકો કાર કિંમત રૂપિયા 1,50,000 સહિત કુલ રૂપિયા 6,69,500ના મુદામાલ સાથે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે