સિદ્ધપુર માં અમરનાથ મહાદેવ મંદિર માં આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક ચિકિત્સા નિદાનનો કેમ્પ યોજાયો
સિદ્ધપુરમાં અમરનાથ મહાદેવ મંદિર ખાતે આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક ચિકિત્સા નિદાનનો કેમ્પ યોજાયો વૃદ્ધાવસ્થા આયુર્વેદિક દ્વારા સ્વાસ્થ્ય રક્ષણ સ્વસ્થ વૃદ્ધ વ્યક્તિ સમાજ માટે ગૌરવ સમાન છે આ પ્રોગ્રામ અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રીમાન બળવંતસિંહ રાજપૂતની સૂચનાથી અમરનાથ મહાદેવના ડોક્ટર ચેતનભાઇની હોસ્પિટલ ની બાજુમાં આર્યુવેદિક તથા હોમિયોપેથિક ચિકિત્સા નો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં નિશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ખુબ જ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો તેમજ લોકોએ એ લાભ લીધો હતો આ કેમ્પમાં આર્યુવેદિક ઉકાળાની તથા હોમિયોપેથિક ની દવાઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું કેમ્પમાં ભરતભાઈ મોદી રાજુજી ઠાકોર સિદ્ધપુર શહેરના ઉપપ્રમુખ શૈલેષભાઈ પંચોલી મહિલા મોરચાના મહામંત્રી સ્નેહાબેન પટેલ જેડી પટેલ કિરીટભાઈ પટેલ મણીલાલ મોદી દિલીપભાઈ પટેલ કમલેશભાઈ પટેલ કસ્તુરભાઈ પટેલ ગોવિંદભાઈ દરજી મફતલાલ પટેલ દિનેશભાઈ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં પંચકર્મ વૈદ્ય જીગ્નેશભાઈ પટેલ હોમિયોપેથિક ડોક્ટર હિતેશભાઈ શુકલ દ્વારા દર્દીઓની તપાસ કરી નિશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતું
વાત્સલ્યમ સમાચાર
બળવંત રાણા, સિદ્ધપુર