GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

સરકારી અનાજના ચોખામાં જીવાત નિકળ્યાની માહિતી મળતા નવસારી પુરવઠા વિભાગ હરકતમાં આવ્યો..

નાગરિકોને અસુવિધા ન થાય તે માટે અનાજનો જથ્થો બદલી આપ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

*જિલ્લાના તમામ ગોડાઉનમાં સાફ સફાઈ રાખવા તથા સમયાંતરે દવા છંટકાવ કરવા દુકાનદારને કડક સુચના અપતા નવસારી જિલ્લા પુરવઠા અધિકારી* તાજેતરમાં નવસારી શહેરના ખત્રીવાડ વિસ્તારમાં આવેલ વાજબી ભાવની દુકાન કે જે, મનોજભાઈ બારોટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. તે દુકાનમાં તા.૨૧/૦૮/૨૦૨૪ ના રોજ સરકારી અનાજના જથ્થા પૈકી ચોખામાં જીવાત નિકળેલ હોવાની ફરીયાદ નવસારી જિલ્લા તંત્રને મળી હતી. જે અન્વયે આજરોજ નવસારી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી આર.સી.પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર (પુરવઠા) અને પુરવઠા નિરીક્ષકની ટીમ મારફતે તપાસણી કરાવતાં આ દુકાનમાંથી ચોખાના અન્ય ૩ (ત્રણ) કટ્ટામાં પણ જીવાત જોવા મળતાં તમામ જીવાત ધરાવતા અનાજને બદલી આપવામાં આવ્યા છે. ઉપરાંત તકેદારીના ભાગ સ્વરૂપ નાયબ જિલ્લા મેનેજર નવસારી મારફતે નવસારી જિલ્લાના તમામ ગોડાઉન ઉપર પુરતી સાફ સફાઈ રાખવા તથા સમયાંતરે દવા છંટકાવ કરી કોઈપણ અનાજમાં જીવાતનો ઉપદ્રવ ન થાય તે માટે તકેદારી રાખવા કડક સુચના નવસારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા  આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!