ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : ક્ષત વિક્ષત મળી આવેલી લાશ ના અન્ય અવશેષો 8 દિવસે કુવામાથી મળી આવ્યા

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ક્ષત વિક્ષત મળી આવેલી લાશ ના અન્ય અવશેષો 8 દિવસે કુવામાથી મળી આવ્યા

મેઘરજ તાલુકાના ડામોર ઢુંઢા ગામે કૂવા માંથી લાશ મળી આવવાનો મામલો સામે આવ્યો હતો જેમાં 15 મી ઓગસ્ટ ના દિવસે સમગ્ર બનાવની ઘટના સામે આવતા ફાયર વિભાગ દ્વારા લાશના અવશેષો મેળવવા તજવીજ હાથ ધરાઈ હતી પરંતુ પાણી હોવાથી માત્ર થોડા જ અવશેષો હાથ લાગ્યા હતા વધુ અવશેષો મેળવવા કુવામાંથી પાણી ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને અંતે 8 દિવસે લાશના તમામ અવશેષો હાથ લાગ્યા હતા ભેમાપૂર ગામની જીવદયા ટીમ ના સદસ્યો જાલમ ભાઈ તેમજ મોડાસા ફાયર ટીમ સહિતનાઓ એ ભારે જહેમત ઉઠાવી લાશનો ખોપડી અને પગ નો ભાગ શોધી કાઢ્યો હતો તેના પહેલા 15 મી ઓગષ્ટ ના રોજ ક્ષત વિક્ષત હાલત માં લાશ નો અડધો ભાગ મળી આવ્યો હતો ઘટના સ્થળે મેઘરજ પોલીસ સહિત મોટી સંખ્યા માં લોકો એકત્રિત થયા હતા કૂવા માંથી મળેલી લાશ ત્રણ માસ અગાઉ ગુમ થયેલા 70 વર્ષીય ડામોર ધૂળા ભાઈ કાળુ ભાઈ ની હોવાની પરિવાર ને આશંકા જતાઈ છે હાલ લાશના અવશેષો ફોરેન્સિક પી એમ અર્થ એ ખસેડાયા છે હવે પી એમ રિપોર્ટ આવ્યા પછી હકીકત સામે આવશે

Back to top button
error: Content is protected !!