AHAVADANG

ડાંગ જિલ્લાનાં સુબીરના ભોંડવિહિર ગામે મોટરસાયકલ પર લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સુબીર પોલીસ સ્ટાફના માણસોએ ભોંડવિહિર ગામ ખાતેથી  મોટરસાયકલ પર લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને  ઝડપી પાડ્યો હતો.તેમજ મોટરસાયકલ સહિત 33 હજાર કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સુબીર પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,જામનસોંઢા નાકાથી એક હોન્ડા સાઇન મોટરસાયકલ ઉપર બે ઇસમો દારૂ ભરેલ મીણિયાના કોથળો વચ્ચે મુકી પીપલદહાડ ગામ તરફ જાય છે. જે બાતમીના આધારે સુબીર પોલીસ સ્ટાફના માણસોએ ભોંડવિહીર ગામની હદમાં બોંડારનામાળ તરીકે ઓળખાતી જગ્યાએ પીપલદહાડથી જામનસોંઢા નાકા તરફ જતા જાહેર રોડ પર મોટરસાયકલ રજી. નં. MH -39- AF – 3966 પર દારૂના જથ્થા સાથે મદન ઉર્ફે પીન્ટિયા કરનસિંગભાઈ ગાવીત (રહે. નવાપુર જી. નંદુરબાર મહારાષ્ટ્ર) ની અટકાયત કરી હતી.તેમજ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 13,300/- તથા મોટરસાયકલ જેની કિંમત રૂપિયા 20 હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા 33,300/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. અને પોલીસને જોઈને સ્થળ પરથી નાસી છૂટનાર મદન ગાવિત ના સાથીદાર સંજયભાઈ બાપુભાઇ ગાવિત ( રહે. વડકલંબી તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર) અને  સુનિલભાઈ માવજીભાઈ ગામીત (જેના સરનામાની ખબર નથી ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.હાલમાં સુબીર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!