GUJARATIDARSABARKANTHA
પ્રાકૃતિક ખેડૂત ભાઇ બહેનોનો પ્રેરણા પ્રવાસ યોજાયો



પ્રાકૃતિક ખેડૂત ભાઇ બહેનોનો પ્રેરણા પ્રવાસ યોજાયો
*****
સાબરકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ગામોના ખેડુત ભાઈઓ તેમજ મહિલાઓને પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્રારા જીલ્લા અંદર પ્રેરણા પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. પ્રેરણા પ્રવાસ દરમિયાન શ્રીનાથજી ગૌ શાળા, ગઢોડા, તેમજ ભાવપુર ઋષિ સાંસ્કૃતિક પ્રાકૃતિક કૃષી ફાર્મ, ગાંભોઇ તેમજ હિંમતનગર ખાતેના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. જેમાં વિવિધ શાકભાજી તેમજ વિવિધ બાગાયતી પાકોની માહિતી તેમજ જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન જેવા વિવિધ અસ્ત્રોની માહિતી મૉડલ ફાર્મના ખેડૂત એવા રાજેશભાઇ પ્રજાપતિ દ્રારા આપવામા આવી હતી.
જયંતિ પરમાર સાબરકાંઠા




