Rajkot: રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન માટે વિવિધ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી, નો પાર્કિંગ, ફ્રી પાર્કિંગ વગેરે અંગે જારી કરાયેલા આદેશો

તા.૨૨/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૨૪થી ૨૮ ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે, ત્યારે લોકો સરળતાથી હરીફરી શકે તથા ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન અંગે નીચે મુજબના આદેશો જારી કરાયા છે.
જે મુજબ, (૧) તા. ૨૪થી ૨૮ ઓગસ્ટ, લોકમેળા દરમિયાન રેસકોર્સ રિંગરોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂના એન.સી.સી. ચોક, અંડર બ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધ અને બંને બાજુ નો પાર્કિંગ જાહેર કરવામાં આવે છે. (૨) ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી રહેશે. (૩) આઈ.બી.ની ઓફિસથી રૂરલ એસ.પી.ના બંગલા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી રહેશે. (૪) સુરજ-૧ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેઈટ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી રહેશે. (૫) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી તમામ વાહનો માટે નો પાર્કિંગ ઝોન રહેશે. (૬) રેસકોર્સ રિંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઈ છે. (૭) વિશ્વા ચોકથી જુના એન.સી.સી. ચોક સુધી તમામ વાહનો માટે પ્રવેશ બંધ તેમજ બંને બાજુ નો પાર્કિંગ રહેશે. (૮) મહિલા અંડર બ્રિજથી કિસાનપરા ચોક સુધી પ્રાઇવેટ લકઝરી બસોનું જાહેરનામું પૂર્ણ થયા બાદ કિસાનપરા ચોક તરફ આવી શકશે નહીં પણ ટાગોર રોડથી જઈ શકશે.
નીચે મુજબના રસ્તા ખુલ્લા રહેશેઃ (૧) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડિંગ જામનગર રોડથી એરપોર્ટ-ગાંધીગ્રામ તરફ જઈ શકાશે. ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક તરફ જઈ શકાશે. (૨) આમ્રપાલી અંડરબ્રિજથી કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક તરફ જઈ શકાશે. (૩) મેળા દરમિયાન ભારે વાહનોને રેસકોર્સ રિંગરોડ પર પ્રવેશબંધી રહેશે.
તા.૨૪મી ઓગસ્ટ સવારે ૯થી લોકમેળો પૂર્ણ થાય ત્યાં સુધી રેસકોર્સ રિંગરોડ ફરતે પાસધારક વાહનચાલકો ૧૦ કિમીથી વધુ ઝડપે વાહન ચલાવી શકશે નહીં.
ફ્રી વાહન પાર્કિંગ માટે નીચેના સ્થળો જાહેર કરાયા છે. (૧) નહેરુ ઉદ્યાન, બહુમાળી ભવન સામે પ્રવેશ, બહુમાળી ચોક – કાર, બાઈક, (૨) એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલવે પાટા સામે – બસ, કાર, બાઈક (૩) બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ પર – બાઈક તથા સાયકલ (૪) નવી કલેક્ટર કચેરી સામે – કાર, બાઈક (૫) કિસાનપરા ચોક, એ.જી. ઓફિસની દિવાલ પાસે – ૧૫ ઓટો રિક્ષા (૬) કિસાનપરા ચોક સાયકલ શેરિંગવાળી જગ્યા – ટુ વ્હીલર માટે (૭) આયકર વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સના ગ્રાઉન્ડમાં – કાર, બાઈક (૮) ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ – ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (૯) આયકર ભવન પાછળ આવેલા પ્લોટમાં – ટુ વ્હીલર માટે (૧૦) કિસાનપરા ચોક જૂની કેન્સર હોસ્પિટનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર માટે (૧૧) કિસાનપરા ચોક કેપિટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર (૧૨) એસ.બી.આઈ. બેન્ક સામે શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર માટે (૧૩) ચાણક્ય બિલ્ડિંગ ચોક પાસે નગર રચના અધિકારીશ્રી કચેરીનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર માટે (૧૪) એરપોર્ટ ફાટક પાસે શ્રેયસ સોસાયટી પાસેનું ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર (૧૫) ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ – ફોર વ્હીલર (૧૬) સરકીટ હાઉસ સામે મેમણ બોર્ડિંગનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર માટે (૧૭) હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે – ફક્ત સરકારી વાહનો માટે ૨૮ ઓગસ્ટના રોજ લોકમેળો પૂર્ણ થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલી રહેશે. સરકારી ફરજ પરના વાહનોને આ જાહેરનામું લાગું નહીં પડે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.



