Rajkot: રાજકોટ જિલ્લામા તા. ૧૦ સપ્ટેમ્બર સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

તા.૨૨/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ચૂંટણીકાર્ડ કઢાવવા કે સુધારા કરવા BLO મારફત અથવા ઘરબેઠા ઓનલાઇન એપ્લિકેશન દ્રારા સુધારા કરી શકાશે
Rajkot: રાજકોટ જિલ્લામા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો છે. જે ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી અમલમા રહેશે. જેમની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થઇ હોઈ તેમને ચૂંટણીકાર્ડ કઢાવવા માટે ફોર્મ નં-૬ ભરવુ, કોઈ પરિવારમાં પુત્રવધૂનું નામ પરિવારમાં દાખલ કરવા ફોર્મ નં -૮ ભરવું, કોઈ પરિવારમાં કોઈ સદસ્ય અવસાન પામ્યા હોય તો તેમનું ફોર્મ નં -૭ ભરવું. કોઈના નામ, પિતા/પતિનું નામ, સરનામું, જન્મ તારીખ કે અન્ય કોઈ વિગતમાં ભૂલ હોય તો તે સુધારવા માટે ફોર્મ નં -૮ ભરવું. ચૂંટણીકાર્ડ જૂનું હોઈ, ફાટી ગયેલ, ખોવાયેલ હોઈ તો પણ ફોર્મ ભરવા જિલ્લા ચૂંટણી શાખા દ્રારા જણાવાયુ છે. આ તમામ ફોર્મ BLO બુથ લેવલ ઓફિસર પાસે જઈ ભરવા અથવા ઓનલાઇન એપ્લિકેશન Voterhelpline મારફત પણ ભરી શકાશે.


