GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના ચરાડવા ગામે તળાવ નજીક જુગાર રમતાં ૬ શખ્સો ઝડપાયા
Halvad:હળવદના ચરાડવા ગામે તળાવ નજીક જુગાર રમતાં ૬ શખ્સો ઝડપાયા
મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે ચરાડવા ગામે આવેલ નવા તળાવની નજીક તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા યુવરાજસિંહ ભીખુભા ઝાલા ઉવ.૫૦ રહે.ચરાડવા ગામ, સુરેશભાઇ ઠાકરશીભાઇ સોનગ્રા ઉવ.૪૩ રહે.જુના ઘુંટુ રોડ સુમંતી સોસાયટી મોરબી, હકાભાઇ છેલ્લાભાઇ સાટકા ઉવ.૩૫ રહે.ચરાડવા ગામ, ગોપાલભાઇ કરમશીભાઇ ગૌતર ઉવ.૩૫ રહે.ચરાડવા ગામ, કાળુભાઇ બલુભાઇ સાટકા ઉવ.૩૫ રહે.ચરાડવા ગામ, બેચરભાઇ કરમશીભાઇ ગૌતર ઉવ.૪૫ રહે.ચરાડવા ગામ તા.હળવદ જી.મોરબીને રોકડા રૂ.૧,૦૩,૦૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે રેઇડ દરમિયાન પકડાયેલ તમામ આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.