હાલોલ ટોલનાકા પાસે આઇશર ટેમ્પો ટ્રક પાછળ ઘૂસી જતા સર્જાયો અક્સ્માત,આઇશર ના ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૩.૮.૨૦૨૪
હાલોલ ટોલનાકા પાસે ગત મોડી રાત્રે એક આઈસર ટેમ્પો ટ્રક ની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પો ડ્રાઇવર તેમજ ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.ટેમ્પો ચાલાક સુરત થી કોલ્ડ્રિંક્સ ભરી હાલોલ આવી રહ્યો હતો.જ્યારે લોડિંગ ટ્રક પણ વડોદરા તરફ થી ગોધરા જઈ રહી હતી.અકસ્માત બાદ ટોલનાકાના એક્ઝિટ પોઇન્ટ પાસે ટ્રાફિક થઈ ગયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ ટોલનાકા પાસે ગત મોડી રાત્રે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.વડોદરા થી ગોધરા તરફ જઈ રહેલી એક લોડીંગ ટ્રક ટોલનાકા પાસે પહોંચતા જ એક્ઝિટ પોઇન્ટ પાસે ધીમી પડી હતી.પાછળથી ત્યારે વડોદરા તરફ થી જ પૂર ઝડપે આવી રહેલો એક આઇસર ટેમ્પો ધડાકાભેર કે ટ્રકની પાછળ ઘૂસી જતા અક્સ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલક સુરતથી કોલ્ડ્રીંક્સ ભરીને હાલોલ આવી રહ્યો હતો. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માત બાદ ટોલનાકા ના એક્ઝિટ પોઇન્ટ પાસે કેટલાક વાહનચાલકો ઉભા રહી ગયા હતા.જો કે ટોલનાકાની ઇમરજન્સી સુવિધા ના કર્મચારીઓ એ ઘટના સ્થળે પહોંચી તુરંત એક્ઝિટ માર્ગ શરૂ કરાવ્યો હતો. અકસ્માતમાં આઇસર ટેમ્પો ના ચાલક તેમજ તેની સાથે બેઠેલા ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.જોકે ટેમ્પો લોડિંગ ટ્રકની પાછળ અથડાયો હોવાથી ટેમ્પો નો કચ્ચરઘણ વળી ગયો હતો.










