પાવાગઢ પોલીસે નવાકૂવા ગામેથી વિદેશી દારૂના જથ્થા સહિત કુલ 3,35,660 રૂ.ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૮.૨૦૨૪
પાવાગઢ પોલીસે બાતમીના આધારે હાલોલ તાલુકાના નવાકુવા ગામેથી રૂ.3.20,460 ના ભારતીય બનાવટ નો વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડી કુલ ત્રણ આરોપીઓ સામે પ્રોહિબીશન નો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પાવાગઢ પોલીસ મથક ના પીએસઆઈ આર.જે.જાડેજા ને ખાનગી બાતમીદારો દ્વારા પાક્કી બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના નવાકુવા ગામે આશ્રમ શાળાની સામે કોતર માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે જે બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યા પર છાપો મારતા ભારતીય બનાવટ નો જુદી જુદી બ્રાન્ડનો રૂ.3.20,460 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.તે સમયે હાજર વિજય સુરસિંગભાઈ રાઠવા પોલીસ ના હાથે ઝડપાઇ ગયો હતો પોલીસે દારૂનો જથ્થા સાથે રૂ.15000 ની બાઇક મળી કુલ રૂ.3,35,660 નો મુદ્દામાલ કબજે કરી વિજય સુરસિંગભાઈ રાઠવા રહે.જુના ઝાંખરિયા તા.હાલોલ,દિનેશ ગોવિંદભાઈ રાઠવા રહે.ટપલાવાવ તા.હાલોલ તેમજ ટીનો ગણપત રહે. ગંભીરપૂરા.તા.હાલોલ નાઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.








