
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
તા.૨૩/૦૮/૨૦૨૪
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ નિમિત્તે અત્રેની સંસ્થામાંથી પાસ આઉટ વિદ્યાર્થીઓ, જેઓ હાલમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા. SSIP કો ઓર્ડીનેટર પ્રા.જે.પી.વૈષ્ણવ, IQAC કો ઓર્ડીનેટર ડૉ.એન.એમ.રાઠવા તથા સાથી અધ્યાપક મિત્રો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કૉલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આચાર્યએ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વિકસે તેવા આશિર્વચનો પાઠવ્યા હતા તથા કૉલેજ પરિવારના તમામ સભ્યો સહયોગી બન્યા હતા.



