BANASKANTHAGUJARATPALANPUR
સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ દ્વારા પાલનપુર ખાતે “વર્લ્ડ સિનિયર સિટિઝન ડે” નિમિત્તે જીરીયાટ્રીક કેમ્પ યોજાયો
23 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
- સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ દ્વારા પાલનપુર ખાતે “વર્લ્ડ સિનિયર સિટિઝન ડે- ઉજવણી નિમિત્તે ૨૧ ઓગસ્ટના રોજ નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ દ્વારા વૈદ્ય પંચકર્મશ્રી ઉર્વશીબેન મોદીના માર્ગદર્શન હેઠળ સિનિયર સિટિઝન પરીવાર, જીવન સંધ્યા વૃધ્ધાઆશ્રમ પાલનપુર ખાતે આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં કુલ ૭૭ સિનિયર સિટિઝનોએ આયુર્વેદ તથા હોમિયોપેથી સારવારનો લાભ લીધો હતો. કેમ્પ અંતર્ગત વૃધ્ધાવસ્થામાં કરવાની દિનચર્યા વિશેની માહિતી આપવામાં આવી હતી. કેમ્પમાં વૃધ્ધજનોનું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેક અપ કરવામાં આવ્યું હતું. તદ્દઉપરાંત હોસ્પિટલના યોગનિરિક્ષક મોતીભાઈ ચૌધરી દ્વારા વૃધ્ધાવસ્થામાં ઉપયોગી આસનો વિશે તથા પ્રાણાયામ અને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુંં.આ કેમ્પમાં આયુર્વેદિક હોસ્પિટલ વડગામ ના આર.એમ.ઓ.શ્રી વૈદ્ય અલ્પેશ આર. જોષી, હોમિયોપેથી મે.ઓ. ડૉ. નિમિષાબેન પટેલ, ફાર્માસીસ્ટ રમણભાઇ પ્રજાપતિ તેમજ હોસ્પિટલ સ્ટાફે સેવા આપી હતી.