Halvad:હળવદમા દેશીદારૂ અને બિયર ટીન ભરેલી બે કાર ઝડપાઈ
Halvad:હળવદમા દેશીદારૂ અને બિયર ટીન ભરેલી બે કાર ઝડપાઈ
હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના શિવપુર ગામ પાસે આવેલ અમરબાગ પાસેના રોડ ઉપર પોલીસ જવાનો વોચમાં હોય તે દરમિયાન કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર ત્યાંથી પસાર થતા તેને અટકાવવાની કોશિશ કરાતા સ્કોર્પિયો ચાલકે કાર અહંકારી મૂકી હતી જેથી પોલીસે પીછો કરતા સ્કોર્પિયોના ચાલકે માણેકવાડા અને ડુંગરપુર વચ્ચે રોડની સાઈડના ખાડામાં કાર ઉતારી દઈ નાસી છૂટ્યો હતો. પોલીસ દ્વારા અંદર તપાસ કરાતા 60 બિયરના ટીન કિંમત રૂપિયા 6,000 મળી આવતા પોલીસ દ્વારા બીયરના ટીન સ્કોર્પિયો મળી કુલ રૂપિયા 1.6 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી રણજીતભાઈ ડાયાભાઈ રહે ડુંગરપુર વાળાનું નામ ખોલી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
હળવદના માથક નજીક આવેલ છે ચેપા કુવા પાસે અલ્ટો કાર નંબર જીજે 12 એકે 7462 ને અટકાવી તપાસ કરાતા તેમાંથી 200 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.સાથે જ કારચાલક વિક્રમભાઈ ઘનશ્યામભાઈ રહે રાવળીયાવદરની અટકાયત કરી રૂ.4,000 નો દારૂ તથા અલ્ટો કાર કિંમત રૂપિયા 1 એક લાખ મળુ કુલ રૂપિયા 1.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી હળવદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.