GUJARATNAVSARI

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો પૂર જોશ માં અધિકારીઓ ઊંઘમાં!

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ગણદેવી તાલુકાના નાંદરખા ગામે ગેરકાયદેસર રીતે શોપિંગ સેન્ટર ઊભું થઈ ગયું.

J.S.D નામક કોઈ બિલ્ડર ગ્રુપ દ્ધારા જિલ્લા ના અનેક ગામો માં ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા હોવાની લોકો માં ચર્ચા.

નવસારી જિલ્લાના ચીખલી વાંસદા તાલુકા બાદ હવે ગણદેવી તાલુકામાં પણ ગેરકાયદેસર બાંધકામો સંખ્યા બંધ જોવા મળી રહ્યા છે.ત્યારે નાંદરખા ગામે S&D ના નામે બ્લોક નંબર:૧૭૨૯ વાળી જમીન પર બનાવી દેવામાં આવેલ શોપિંગ સેન્ટર કેટલું કાયદેસર છે એ જોવાનો અધિકારીઓ ને રસ નથી.જ્યારે નવસારી જિલ્લામાં J.S.D ગ્રુપ દ્ધારા ઠેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા હોય.જ્યારે આ બાબત શું અધિકારીઓ ના ધ્યાનમાં નથી આવતી? જ્યારે નાંદરખા ગામ ખાતેનું S&D ના નામે બનાવેલ શોપિંગ સેન્ટર પણ આજ ગ્રુપના સભ્યો દ્ધારા ગેરકાયદેસર રીતે રહેણાક માટે ના ઘર બનાવવા માટે ની પરવાનગી ની સામે શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું હોય.ત્યારે આ ગ્રામ પંચાયત ના તલાટી અને સરપંચ ને આ ગેરકાયદેસર બાંધકામ નજર માં નથી આવ્યું?જ્યારે આ ગ્રુપ ના સભ્યો દ્ધારા જિલ્લા ભરમાં ગેરકાયદેસર બાંધકામો કરી લાખો રૂપિયા ગજવે કરી લીધા હોય ત્યારે આ ગેરકાયદેસર  બાંધકામો માં પોતાની નાની મોટી બચત ભેગી કરી દુકાનો ખરીદનારા દૂકાનદારો અને વેપારીઓ ને ફ્સાવી દેવામાં આવ્યા હોવાની લોક ચર્ચાઓ ઉઠવા પામી છે.ત્યારે આવનારા દિવસોમાં આ J.S.D. ગ્રુપ અને S&D ગ્રુપના સભ્યો અને એમનાં દ્ધારા કરવામાં આવેલ નવસારી જિલ્લામાં કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ માં  મુખ્યમંત્રી અને તકેદારી વિભાગને લેખિત રજુઆતો કરવામાં આવે તો કોઈ નવાઈ ની વાત નથી.ત્યારે આવનારા દિવસોમાં જોવું રહ્યું કે વહીવટી તંત્ર દ્ધારા શુ પગલાં લેવાશે.

બોક્ષ:૧
*શોપીંગ સેન્ટર નો દુકાન નંબર કે નોંધણી કરતો તલાટી અને દુકાનોના દસ્તાવેજ બનાવતો સબ રજીસ્ટાર ની ભૂમિકા શંકાસ્પદ*

નાંદરખા ખાતે નું શોપિંગ સેન્ટરની અનેક દુકાનો લોકોને વેચાણ કરવામાં આવી હોય.ત્યારે સવાલ એ ઉદભવે છે કે દસ્તાવેજ કરનાર સબ રજીસ્ટર ને નથી ખબર કે ઘરનો દસ્તાવેજ કરી રહ્યો છે કે પછી દુકાન નો?જ્યારે મકાન નો નંબર પાડી આપનાર ગામના તલાટી અને સરપંચ અને પંચાયતના ચૂંટાયેલા સભ્યો ની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી છે.લોક ચર્ચા મૂજબ ગાંધીછાપ ના જોરે દરેક ગેરકાયદેસર કામ કરી આપવામાં આવી રહ્યા છે.

બોક્ષ:૨
*નવસારી જિલ્લામાં અનેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામ કરતું ગ્રુપ.*

J.S.D. ગ્રુપ અને એમનાં સભ્યો  દ્ધારા નવસારી જિલ્લામાં અનેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા હોય.આ ગ્રુપ દ્ધારા રહેણાક મકાનો બનાવવાની પરવાનગી વાળી જમીનો પર શોપિંગ સેન્ટરો બનાવી દીધા. ત્યારે આ એક કરોડો નું મોટું કૌભાંડ આચારવામાં આવ્યું હોય.જેની તપાસ જિલ્લા કલેક્ટર દ્ધારા કરવામાં આવે તો અનેક મોટું ભોપાળુ બહાર આવે એમ છે.ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે ખરી?

બોક્ષ:૩
નાંદરખા ખાતે નું ગેરકાયદેસર બાંધકામ અને ચીખલી ના સુરખાઈ ખાતે આ ગ્રુપના સભ્યો દ્ધારા કરવામાં આવેલ બાંધકામ બાબત એ લેખિત ફરિયાદ કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે અધિકારીઓ દ્ધારા ફક્ત તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
:- નામ ના જાહેર કરવાની શરતે માહિતી આપનાર અરજદાર.

Back to top button
error: Content is protected !!