મોટાસડા હાઇસ્કૂલ ખાતે વ્યસનમુક્તિ અંતર્ગત સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું
4 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ખાતે નશાબંધી અને આબકારી ખાતું પાલનપુર દ્વારા નશો એ નાશ નું મૂળ છે તે વિષય પર વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. નશાબંધી અને આવકારી ખાતા માંથી જુદા જુદા પદા ધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. આ અંતર્ગત ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓની વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી જેમાં ગેલોત ધાર્વીબા અજીતસિંહ પ્રથમ સોલંકી ઋત્વાબા પ્રવિણસિંહ દ્વિતીય અને સોલંકી અસ્મિતાબા એ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, આ કાર્યક્રમ નિમિત્તે શ્રી એચ.જી મસાણી અધિક્ષક નશાબંધી અને આવકારી, શ્રી પી જી ચૌધરી, અને શ્રી કૈલાશ દાન ગઢવી દ્વારા બાળકોને વ્યસન મુક્તિ અંગે માહિતગાર કરવામાં આવ્યા, શાળાના આચાર્યશ્રી ડી ટી રાઠોડ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનોથી દૂર રહેવા હાકલ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી દિપકભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર શાળા પરિવારના સહિયારા પ્રયાસથી સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો.