MORBI:રાજ્યમાં બઢતી પામેલ ૨૩૪ પોલીસ ઇન્સ્પેકટરને નિમણુક આપવામાં આવી, ચાર પીઆઈની મોરબીમાં નિમણુક
MORBI રાજ્યમાં બઢતી પામેલ ૨૩૪ પોલીસ ઇન્સ્પેકટરને નિમણુક આપવામાં આવી, ચાર પીઆઈની મોરબીમાં નિમણુક
(મોહસીન શેખ દ્વારા મોરબી) રાજ્યના પોલીસવડા દ્વારા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેકટર તરીકે નિમણુક આપવાના વિગત્વત હુકમો ના થાય ત્યાં સુધી હાલની ફરજ સ્થળે પોલીસ ઇન્સ્પેકટર તરીકે હાજર ગણી નિમણુક માટે પ્રતીક્ષામાં રાખવામાં આવ્યા હતા જે બઢતી પામેલ પોલીસ ઇન્સ્પેકટર (બિન હથીયારી) ને વિવિધ સ્થળે નિમણુક આપવામાં આવી છે જેમાં મોરબીમાં ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેકટરને અન્ય સ્થળે જયારે ચાર પોલીસ ઇન્સ્પેકટરને મોરબી જીલ્લામાં નિમણુક આપવામાં આવી છે. મોરબીમાં ફરજ બજાવતા હરેશ રામભાઈ હેરભાને સાબરકાંઠા, વીરેન્દ્રસિંહ રાજાભાઈ સોનારાને મહીસાગર જીલ્લામાં નિમણુક આપવામાં આવી છે જયારે મહીસાગરમાં ફરજ બજાવતા શિવચરણ કિરીટભાઈ ચારેલ, સાબરકાંઠામાં ફરજ બજાવતા મુક્તાબેન ભાલચંદ્ર મિસ્ત્રી, કચ્છ પૂર્વ ગાંધીધામમાં ફરજ બજાવતા યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ અને કચ્છ પશ્ચિમ ભુજમાં ફરજ બજાવતા રતનસિંહ ચંદુભા ગોહિલ એમ ચાર પોલીસ ઇન્સ્પેકટરને મોરબી જીલ્લામાં નિમણુક આપવામાં આવી છે