BANASKANTHAGUJARATPALANPUR
ભુતેડી પ્રાથમિક શાળાના બાળકોને અંધશ્રદ્ધા નિર્મૂલન જાણકારી અંગે જાદુના ખેલ નો કાર્યક્રમ યોજાયો
23 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના ભુતેડી પ્રાથમિક શાળાના બાળકોને અંધશ્રદ્ધા નિર્મૂલન જાણકારી અંગે જાદુના ખેલ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં બેગલેશ ડે કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળા ના બાળકોને જાદુગર વિશ્વા( પ્રકાશભાઈ જોષી) દ્વારા જાદુના ખેલ બતાવવામાં આવ્યા.જાદુના ખેલની સાથે સાથે બાળકોને અંધશ્રદ્ધા,અન્ન અને જળનો બચાવ,પર્યાવરણ બચાવો વગેરે જેવી બાબતો ની જાગૃતિ માટેની વાત કરવામાં આવી બાળકોએ ખૂબ ઉત્સાહભેર કાર્યક્રમને માણ્યો.મોટાભાગના બાળકોએ પ્રથમ વખત જ જાદુના ખેલનો અનુભવ કરતા હોઇ ખૂબ જ ઉત્સાહિત હતા.આ કાર્યક્રમ શાળાના તમામ બાળકો તથા શિક્ષક મિત્રોએ નિહાળ્યો હતો અને આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા સારો સહકાર આપવામાં આવ્યો હતો.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



