GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા – પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના અથાગ પુરુષાર્થથી નવી સરકારી શાળા મંજુર

TANKARA:ટંકારા – પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના અથાગ પુરુષાર્થથી નવી સરકારી શાળા મંજુર

 

 

ટંકારા,માનવ જીવનમાં શિક્ષણની ખુબ જ આવશ્યકતા છે,સુખી સમૃદ્ધ જીવન જીવવા માટે શિક્ષણ ખુબજ ઉપયોગી છે,અને એ શિક્ષણની શરૂઆત પ્રાથમિક શિક્ષણથી થતી હોય છે, દિન પ્રતિદિન સરકારી પ્રાથમિક શાળાઓ ઘટતી જાય છે અને ખાનગી શાળા વધતી જાય છે ત્યારે લોકોના પ્રશ્નો માટે સતત અવિરત,કાર્યરત એવા ટંકારા પડધરી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના અથાગ પ્રયત્નોથી ટંકારા તાલુકા દ્વારકાધીશ(વાંક) વિસ્તાર જ્યાં સરકારી આવાસ યોજનાના મકાનોમાં રહેતા રહીશોના 125 જેટલા બાળકોને ત્રણ કિલોમીટર દૂર આવેલી ગાયત્રીનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે જવું પડતું હોય જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર તેમજ ગાયત્રીનગર શાળાના શિક્ષક તેમજ શૈક્ષિક મહાસંઘના ડાયાભાઈ બારૈયા,આચાર્ય રસિકભાઈ ભાગ્યા,શિક્ષક અને પૂર્વ બીઆરસી ભરતભાઈ રાજકોટિયા વગેરેએ આ બાબત દુર્લભજીભાઈ દેથરીયાના ધ્યાને મૂકી હતી,નિયત નમૂનામાં દરખાસ્ત તૈયાર કરવામાં આવી જિલ્લા અને તાલુકાના પ્રાથમિક શિક્ષણના અધિકારીઓએ સ્થળ તપાસ વગેરે કરી,દરખાસ્ત ચેનલ મારફત પ્રાથમિક નિયામક કચેરી ગાંધીનગર ખાતે પહોંચાડવામાં આવી,ત્યારબાદ દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકની પ્રત્યક્ષ પરોક્ષ મુલાકાત લઈ વારંવાર ફોલો અપ લઈ,ખૂટતી બાબતોની પુરતતા કરાવી ટંકારાના દ્વારિકાધીશ(વાંક) વિસ્તારના જરૂરિયાત મંદ બાળકો માટે નવી શાળા મંજુર કરાવી હોય હાલ પૂરતી બાળકોને બેસવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે,ટૂંક સમયમાં શાળાના મકાન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે,આમ શાળા મંજુર થતા દ્વારકાધીશ(વાંક) વિસ્તારના વાલીઓએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર તેમજ શિક્ષણના સૌ અધિકારીઓનો આભાર પ્રકટ કરેલ છે.

Back to top button
error: Content is protected !!