GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA: ટંકારાના નસીતપર ગામ પાસે ડેમી-2 ડેમ 80 ટકાથી વધુ ભરાયો-નિચવાસના ગામોને એલર્ટ કરાયા
TANKARA: ટંકારાના નસીતપર ગામ પાસે ડેમી-2 ડેમ 80 ટકાથી વધુ ભરાયો : નિચવાસના ગામોને એલર્ટ કરાયા
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-2 સિંચાઈ યોજના હાલની સ્થીતીએ 80 % ભરાયેલ છે. હવે પછી ડેમમાં ઉપરવાસના પાણીની આવક ચાલુ છે. ડેમનું કુલ લેવલ જાળવવા વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાતનાં પગલે ડેમનાં 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. જળાશયની કુલ સપાટી 48 મી. છે. જયારે જળાશયની હાલની જળસપાટી 47.50 મી. છે. હાલ 26020 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. બપોરે 3:30 થી 4:30 દરમિયાન ડેમના વિસ્તારમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.નીચાણવાસમાં આવતા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા, જોડિયા તાલુકાના માવનુગામને એલર્ટ કરવામાં આવ્યા છે.