GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદમાં નવા કોયબાથી જુના કોયબાને જોડતો પુલ ધરાશાયી એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો હતો
Halvad:હળવદમાં નવા કોયબાથી જુના કોયબાને જોડતો પુલ ધરાશાયી એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો હતો
ભારે વરસાદને કારણે રાજ્યમાં વધુ એક પુલ ધરાશાયી થયું છે. મોરબીના હળવદમાં એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ ધરાશાયી થઇ ગયો હતો. નવા કોયબાથી જુના કોયબાને જોડતો પુલ ભારે વરસાદમાં ધરાાયી થઇ ગયો હતો. ભારે વરસાદને કારણે પુલ ધોવાઇ ગયો હતો જેને કારણે વાહન વ્યવહારને અસર થઇ હતી.
હળવદના કોઇબા ગામ પાસે બ્રિજ ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો. કોઇબાથી નવા કોઇબા માટેનો રસ્તો છે ત્યા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. કોઇબાની એક હજારની વસ્તીને આવવા જવા માટેનો એક જ રસ્તો હતો તે બ્રિજ તૂટી જતા ગામના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બ્રિજના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ભ્રષ્ટાચાર કેટલો થયો હશે તેનો જીવતો જાગતો પુરાવો જોવા મળી રહ્યો છે.