AHAVADANGGUJARAT

Dang: સાપુતારા-નાસિક ધોરીમાર્ગમાં આંદોલનકારીઓએ ચક્કાજામ આંદોલન સમેટી લેતા વાહન વ્યવહાર ધમધમતો થયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

મહારાષ્ટ્ર રાજ્યને જોડતો સાપુતારા નાસિક માર્ગ પર અનિશ્ચિત ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન રવિવારેની સાંજે સમેટાઈ જતા ગુજરાત મહારાષ્ટ્રનાં મુસાફરો સહીત પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.તેમજ આંદોલનકારીઓએ સ્વેચ્છાએ ચક્કાજામ ખોલી દેતા વાહન ચાલકો ગંતવ્ય તરફ જવા રવાના થયા હતા.જોકે હાલમાં તો વાહનચાલકો માટે રાહતનાં સમાચાર મળી રહ્યા છે.પરંતુ બે દિવસ બાદ ફરી આંદોલન થશે એવુ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે.મહારાષ્ટ્ર રાજ્યનાં સુરગાણા તાલુકાનાં કોમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જે.પી.ગાવિતની આગેવાની હેઠળ સાપુતારાથી નાસિકને જોડતા બોરગાંવ નજીક  ઉંબરપાડા દિગર આરટીઓ ચેકપોસ્ટ ખાતે પેસા એક્ટ અને નોકરભરતી મામલે ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યુ હતુ.પેસા એક્ટ હેઠળ ટ્રાયબલ વિસ્તારમાં ટ્રાયબલ અધિકારીઓની જ નિમણુક કરવામાં આવે અને જ્યાં સુધી માંગણી ન સંતોષાય  ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જોકે પાંચમા દિવસે સાંજે આંદોલનકારીઓ એ આ ચક્કાજામ અને આંદોલનને હાલ પૂરતુ સમેટી લીધુ છે.સાપુતારા નાસિક માર્ગ પર આંદોલન સમેટાઈ ગયાની જાણ સુરગાણા પોલીસ મથકનાં પી.આઈ.રાહુલભાઈ મોરેએ સાપુતારા પી.આઇ.નિખિલભાઈ ભોયાને કરવામાં આવતા ગુજરાતમાંથી અટવાયેલા વાહનોને મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યા હતા.હાલમાં આંદોલનકારીઓએ આ ચક્કાજામ ખોલી દેવામાં આવ્યુ છે.જોકે આંદોલનકારીઓ એ હાલમાં આ આંદોલન કયા કારણોસર સમેટી લીધું છે તે જાણી શકાયું નથી. પરંતુ ચક્કાજામ ખુલ્લુ થતા તમામ વાહનોની અવરજવર શરૂ કરી દેવામાં આવી હતી.તેમજ છેલ્લા પાંચ દિવસથી ફસાયેલા મુસાફરો પણ પોતાના વાહનો લઈને ગંતવ્ય તરફ જવા રવાના થયા હતા.પરંતુ બે દિવસ બાદ   આંદોલનકારીઓ દ્વારા ફરી આંદોલન કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે..

Back to top button
error: Content is protected !!