AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા પોલીસ વિભાગમાં જી.આર.ડી.માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા ભારે વરસાદના પગલે મૌકુફ રાખવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જીલ્લા પોલીસ દ્વારા જી.આર.ડી.સભ્યોની નવેસરથી ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ હતી અને તેના ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. હાલ જી.આર.ડી.સભ્યોની ફિઝીકલ તથા મૌખિક ઇન્ટરવ્યુ માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષ સાપુતારા ખાતે તા.૨૭/૦૮/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪ સુધી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર હતી તે હાલ વરસાદી વાતાવરણ અને અતિવૃષ્ટી ના કારણે તમામ પોલીસ અધિકારી/પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રોકાયેલ હોય અને જી.આર.ડી.ઉમેદવારોને વરસાદી વાતાવરણના કારણે કોઈ અડચણ તકલીફ ન પડે તે હેતુસર આ ભરતી પ્રક્રિયા હાલ પુરતી મૌકુફ રાખેલ છે.

આ જી.આર.ડી. ઉમેદવારોની ફિઝીકલ તથા મૌખિક ભરતી પ્રક્રિયાની નવી તારીખ તથા સ્થળ નક્કી થયેથી દૈનિક સમાચાર પત્રો/સોશ્યલ મિડીયા મારફતે તેમજ અત્રેના જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં નોટીશ બોર્ડ ઉપર આ ભરતી પ્રક્રિયાની જાણ કરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

Back to top button
error: Content is protected !!